સપનું સાજનનું
ગાઢ નિંદ્રમાં જામી આ રાત , સપનું સાજનનું અને અજુગતી વાત . રાત જેવી જાય છે , એ વાત ભુલાઈ જાય છે . બધાં કિસ્સાંઓ બની સાવ કોડીનાં અને સપનામાં રહી જાય છે . શું આમ જ સપનું આવી જાય છે ?? ક્યારેક માથે સંકટ અને ક્યારેક આનંદ રે લમછેલ થઈ જાય છે , દુ : ખની બે વાત સાથે એ હદયનું પ્રેમી પણ છુટી જાય છે . શું સપનામાં આવું જ થાય છે ? ક્યારેક પ્રિતની પણ કસોટી થાય છે , વિતેલી ક્ષણની યાદ આવી જાય છે . કરવટ વગરની રાતમાં એ યાદ કંટક બની જાય છે . સવાર - સવારની રાહમાં એ રાત પણ ચાલી જાય છે શું તમને પણ સપનામાં આવું જ થાય છે ?? યાદ રહેતું નથી , છતાં ક્યાંથી આવીને જાય છે !! વાત પલભરની બની , સવારે વિખરાય જાય છે . મને તો દોસ્ત , સપનામાં આવું જ થાય છે .!! એવી ગાઢ નિંદ્રાની એ રાતમાં .... સપનું સાજનનું એવું અજુગતું આવી જાય છે , કે ઘડીનું રૂદન થોડું સાચું થઈ જાય છે . સપનામાં કંઈક આવી જ વાત થાય છે . ગાઢ નિંદ્રામાં એક સપનું આવી જાય છે ……. મને સ...