Posts

Read Featured Post

ખર્ચ થયો ૨૦૦૦ રૂ. નો અને વિશાલને વેશ્યાગૃહમાં તેનો ખોવાયેલ પ્રેમ મળી ગયો

Image
વિશાલનું તેની પ્રેમિકા અંજલી સાથે બ્રેકઅપ થયું છે એ દિવસો ગણો તો માંડ હજુ વીસ થયા છે. પણ વિશાલની પરિસ્થિતિ ન જીવી શકાય એવી થઇ ગઈ છે. કારણ કે પ્રેમને ભૂલીને કેમ જીવી શકાય!! વિશાલ તેની પ્રેમિકાને બધું આપવા તૈયાર હતો છતાં જીવનની ગુંચવણ કંઇક એવી બની કે અંતે છેલ્લે છુટું પડવું પડ્યું. આમ જ દિવસો વિતતા ગયા અને એક વર્ષ જુદાઈનું કેમ વીતી ગયું એ ખબર ન પડી. આર્થીક પરિસ્થિતિએ નબળી એ અંજલી ક્યાંય નોકરી કરવા લાગી હશે પણ તેની પાક્કી જાણકારી નથી. આ તો વિશાલનું મન “કદાચ” એવો શબ્દ ઉચ્ચારે છે. હવે, વિશાલને સવાર-સાંજ ફોન કરીને યાદી અપાવવાવાળું નથી રહ્યું, સમયસર જમી લેજો એવું કહેવાવાળું કોઈ નથી રહ્યું અને પ્રેમ કેમ કરવો એ શીખવાડવાવાળું પણ.. થાય છે - થાય છે દુઃખ તો અંજલીને પણ થાય છે. પણ હવે વાત સંબંધની નહીં એકબીજાના વટની/ઈગોની આવી ગઈ છે. એકબીજાને અનંત પ્રેમ કરવાવાળા વચ્ચે નાની અમથી દીવાલે આખો પહાડ ઉભો કરી દીધો છે. જુદાઈનો પહાડે એકલા જીવવાની રીતે શીખવી દીધી છે. છતાં એકલતામાં જૂના દિવસો યાદ આવતા બંનેની આંખો આજેપણ ભીની થાય છે. એમાં એવી તો કઈ વાત બની હતી કે આખરે બંનેને છુટું પડવું પડ્યું? એ વાત હતી સમ...

સપનું સાજનનું

Image
ગાઢ નિંદ્રમાં જામી આ રાત , સપનું સાજનનું અને અજુગતી વાત . રાત જેવી જાય છે , એ વાત ભુલાઈ જાય છે . બધાં કિસ્સાંઓ બની સાવ કોડીનાં અને સપનામાં રહી જાય છે . શું આમ જ   સપનું આવી જાય છે ?? ક્યારેક માથે સંકટ અને ક્યારેક આનંદ રે લમછેલ થઈ જાય છે , દુ : ખની બે વાત સાથે એ હદયનું પ્રેમી પણ છુટી જાય છે . શું સપનામાં આવું જ થાય છે ? ક્યારેક પ્રિતની પણ કસોટી થાય છે , વિતેલી ક્ષણની યાદ આવી જાય છે . કરવટ વગરની રાતમાં એ યાદ કંટક બની જાય છે . સવાર - સવારની રાહમાં એ રાત પણ ચાલી જાય છે શું તમને પણ સપનામાં આવું જ થાય છે ?? યાદ રહેતું નથી , છતાં ક્યાંથી આવીને જાય છે !! વાત પલભરની બની , સવારે વિખરાય જાય છે . મને તો દોસ્ત , સપનામાં આવું જ થાય છે .!! એવી ગાઢ નિંદ્રાની એ રાતમાં .... સપનું સાજનનું એવું અજુગતું આવી જાય છે , કે ઘડીનું રૂદન થોડું સાચું થઈ જાય છે . સપનામાં કંઈક આવી જ વાત થાય છે . ગાઢ નિંદ્રામાં એક સપનું આવી જાય છે ……. મને સ...

માત્ર મારી મંઝીલ ‘તું’ હતી.

Image
એ જ કાયદો છે પ્રેમનો, એ જ વાયદો છે પ્રેમનો, એકલો ફક્ત તને જ મળું, એ સાર છે મારા પ્રેમનો. વીતી ગયા દિવસો ઘણાં જયારે દુરથી આંખો નીરખતી, હવે, મારે પણ નિર્ણય જોઈએ - શા માટે સામે તું હસતી? કોઈને જગ્યા નથી આપી જ્યાં તારું સ્થાન છે - તારું માન છે, કિંમત કેમ સમજાવું તને! તારા નામ પાછળ દિલ પરેશાન છે. રાતોની રાત જાગી છે મારી બંને આંખો સપના તારા જોવા, વિરહ લાગ્યો નારાજ મનનો, નથી મારે આસું વહેતા જોવા. જવું હતું હમસફર બની, તો મારી અને તારી મંઝીલ ક્યાં એક હતી. તને અહેસાસ ન થયો, ન  થયો  ભ્રમ – માત્ર મારી મંઝીલ ‘તું’ હતી. -      રવિ ગોહેલ RJ Gohel

પ્રેમ - પ્રગતિ - પૃથા -(Ultimatum with child girl)

Image
                  ' પૃથા ' એ મેકઅપ બોક્સ ખોલ્યું અને અરીસાની સામે બે હોઠને ચીપી ચીપીને લીપસ્ટીક લગાવી ,   પાંપણ તેજ ધારદાર બનાવી અને હેર સ્ટાઈલ બનાવી રહી હતી . તેમની પાછળ અડધો અરીસામાં દેખાતો તેમનો પતિ ' પ્રેમ ' શર્ટનાં બટન બંધ કરી હાથનાં કાડાં પરનાં બટન બંધ કરી રહ્યો હતો . પૃથાની તૈયારી અને તેનો શણગાર - મેકઅપ જોઈ રહ્યો હતો . થોડીવારમાં પૃથાની હેર સ્ટાઈલ બની ગઈ અને પ્રેમને ફ્કત સ્પ્રે લગાવવાનો બાકી હતો . રોજ અને દર વખતે તેનાં નિયમ મુજબ પુછ્યું , " પ્રેમ હું કેવી લાગું છું ?". પ્રેમે વાતનો જવાબ થોડીવાર પછી આપ્યો . તેને જવાબમાં , પૃથાને દિવાલ સાથે દબોચી લીધી અને ગળા પર ડોકનાં ભાગ પર જબરદસ્ત રસયુક્ત ચુંબન કરવા લાગ્યો . એ બહાર ફરવા જતું કપલ કંપલીટ તૈયાર થઈ ગયા પછી - રોમાન્સ કરી દસ મિનીટ પછી રૂમની બહાર નિકળ્યું .                 પૃથા ઘરની વહુ અને પ્...