Posts

Showing posts from March, 2018

માત્ર મારી મંઝીલ ‘તું’ હતી.

Image
એ જ કાયદો છે પ્રેમનો, એ જ વાયદો છે પ્રેમનો, એકલો ફક્ત તને જ મળું, એ સાર છે મારા પ્રેમનો. વીતી ગયા દિવસો ઘણાં જયારે દુરથી આંખો નીરખતી, હવે, મારે પણ નિર્ણય જોઈએ - શા માટે સામે તું હસતી? કોઈને જગ્યા નથી આપી જ્યાં તારું સ્થાન છે - તારું માન છે, કિંમત કેમ સમજાવું તને! તારા નામ પાછળ દિલ પરેશાન છે. રાતોની રાત જાગી છે મારી બંને આંખો સપના તારા જોવા, વિરહ લાગ્યો નારાજ મનનો, નથી મારે આસું વહેતા જોવા. જવું હતું હમસફર બની, તો મારી અને તારી મંઝીલ ક્યાં એક હતી. તને અહેસાસ ન થયો, ન  થયો  ભ્રમ – માત્ર મારી મંઝીલ ‘તું’ હતી. -      રવિ ગોહેલ RJ Gohel

પ્રેમ - પ્રગતિ - પૃથા -(Ultimatum with child girl)

Image
                  ' પૃથા ' એ મેકઅપ બોક્સ ખોલ્યું અને અરીસાની સામે બે હોઠને ચીપી ચીપીને લીપસ્ટીક લગાવી ,   પાંપણ તેજ ધારદાર બનાવી અને હેર સ્ટાઈલ બનાવી રહી હતી . તેમની પાછળ અડધો અરીસામાં દેખાતો તેમનો પતિ ' પ્રેમ ' શર્ટનાં બટન બંધ કરી હાથનાં કાડાં પરનાં બટન બંધ કરી રહ્યો હતો . પૃથાની તૈયારી અને તેનો શણગાર - મેકઅપ જોઈ રહ્યો હતો . થોડીવારમાં પૃથાની હેર સ્ટાઈલ બની ગઈ અને પ્રેમને ફ્કત સ્પ્રે લગાવવાનો બાકી હતો . રોજ અને દર વખતે તેનાં નિયમ મુજબ પુછ્યું , " પ્રેમ હું કેવી લાગું છું ?". પ્રેમે વાતનો જવાબ થોડીવાર પછી આપ્યો . તેને જવાબમાં , પૃથાને દિવાલ સાથે દબોચી લીધી અને ગળા પર ડોકનાં ભાગ પર જબરદસ્ત રસયુક્ત ચુંબન કરવા લાગ્યો . એ બહાર ફરવા જતું કપલ કંપલીટ તૈયાર થઈ ગયા પછી - રોમાન્સ કરી દસ મિનીટ પછી રૂમની બહાર નિકળ્યું .                 પૃથા ઘરની વહુ અને પ્...