બધું કેવું અજીબ છે!!...
બધું કેવું અજીબ છે!!... આંખ નથી તેને જોવું છે , કાન નથી તેને સાંભળવું છે , જીભ નથી તેને બોલવું છે , છે એને લગામ નથી ... સબંધ બધાંને રાખવો છે , પણ સગા ક્યાં થાવું છે - વહાલાં ક્યાં થાવું છે ... ધરેથી બહાર જવું છે , બહારથી ઘરની યાદ લઈ ઘરે આવવું છે ... જીવવાનું જીવતા નથી , કરવાનું કરતાં નથી , બધાંને બસ મોટું જ થવું છે ... ખોટું બની સત્ય બતાવવું છે , સાચાને જુકાવી જીતી તેને જાવું છે ... ભીખ માંગીને ખાવું છે , પણ મિષ્ટાન મંગાવું છે ... શીખામણ લેવી નથી , ને ' જ્ઞાની બની જાવું છે ... ઔકાતની બહાર નીકળી તાકાત બતાવવી છે , થાય કાંઈ નહીં પણ ચાલી બધે જાવું છે ... મહેનત કરવી નથી , કરોડપતિ થઈ જાવું છે ... લાભ - શુભની ખબર નથી , ટીલા તાણી ફરવું છે ... છેલ્લે જે થાય તે , કોઈનું માનું નહીં ... કોઈને ગણું નહીં ... તો ' ય ગણતરીમાં બધે જ આવવું છે . માનવ - આનંદથી જીવન વિતાવ , ચિંતા બધી એકબાજુ રાખી દે , જંજાળમાંથી છુટી બે ...