બધું કેવું અજીબ છે!!...



બધું કેવું અજીબ છે!!...


આંખ નથી તેને જોવું છે,
કાન નથી તેને સાંભળવું છે,
જીભ નથી તેને બોલવું છે,
છે એને લગામ નથી...
સબંધ બધાંને રાખવો છે,
પણ સગા ક્યાં થાવું છે - વહાલાં ક્યાં થાવું છે...
ધરેથી બહાર જવું છે,
બહારથી ઘરની યાદ લઈ ઘરે આવવું છે...
જીવવાનું જીવતા નથી,
કરવાનું કરતાં નથી,
બધાંને બસ મોટું જ થવું છે...
ખોટું બની સત્ય બતાવવું છે,
સાચાને જુકાવી જીતી તેને જાવું છે...
ભીખ માંગીને ખાવું છે,
પણ મિષ્ટાન મંગાવું છે...
શીખામણ લેવી નથી,
ને' જ્ઞાની બની જાવું છે...
ઔકાતની બહાર નીકળી તાકાત બતાવવી છે,
થાય કાંઈ નહીં પણ ચાલી બધે જાવું છે...
મહેનત કરવી નથી,
કરોડપતિ થઈ જાવું છે...
લાભ - શુભની ખબર નથી ,
ટીલા તાણી ફરવું છે...
છેલ્લે જે થાય તે,
કોઈનું માનું નહીં...
કોઈને ગણું નહીં...
તો'ય ગણતરીમાં બધે જ આવવું છે.
માનવ - આનંદથી જીવન વિતાવ,
ચિંતા બધી એકબાજુ રાખી દે,
જંજાળમાંથી છુટી બે 'ભવ' ક્યાં કોઈને જીવવું છે.
- રવિ ગોહેલ
૯ / ૧૧ / ૨૦૧૭


Comments