લગ્ન પ્રથા - SHORT TALK
લગ્નનો વિષય એટલે સમાજ, રીત-રીવાજ વગેરેની વાત નીકળ્યાં વિનાં રહે જ નહીં. બીજાનાં લગ્નમાં શું હતું!! તેનાં કરતાં આપણામાં કંઈક વિશેષ હોવું જોઈએ એવું ભમ્યા કરે. વાત આવે જ્યારે લગ્નની એટલે બધાનાં મગજમાં એક જ પ્રકારનું વાતાવરણની ડીઝાઇન તૈયાર થઈ જાય. છોકરાવાળાએ છોકરીવાળાને ત્યાં સગપણની વાત આગળ લઈને જોવા જવાનું અને પસંદ પડે તો વચ્ચેનો સગપણ કરાવતાં માણસને આગળ રાખી લગ્ન સુધીની જવાબદારી પુરી કરાવવાની. જાણે એવું લાગે કે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોયને જેવી પસંદ આવતાં જ સુથી પેટે કંઈક આપીને વાત બાંધી, ખરીદી કરી લેવાની. લગ્નમાં વાત બંને પક્ષની કરતાં કોને કેવી જરૂરીયાત?..તેનાં પર પુછપરછની સોય ટકી રહે. એમ બાબતમાં કદાચ નિર્જીવ વસ્તુને પણ ખરીદનાર પાસે જવાનું ન ગમતું હોય એવું બને પણ લગ્નની વાતમાં તો "દિકરી" એ તો ચર્ચા કરવાની જ હોય નહીં!!! આ વિષય પર, કેમ કે ફલાણા - ફલાણા ભાઈની ધરે જન્મીને મોટી થઈ હોય એટલે પિતા લગ્ન કરાવવા માટેનાં પહેલાં જવાબદાર માણસ ગણાય.
પરીવારનાં સભ્યોને એવાં છોકરાની તલાશ હોય કે દિકરી દુ:ખી ન થાય. બંગલો, ગાડી, સારો પગાર, માણસાઈનાં સંસ્કાર વગેરેથી માંડીને વગેરે ગણતરીમાં આવી જાય. છોકરો પોતે સંસ્કારનો ભરેલ હોય એવો લાગતો હોવો જોઈએ. એવી શોધખોળ ચાલું રહે જ્યાં સુધી વાત સગપણની બંધાય ન જાય. એમાં "બે" વ્યક્તિઓ ભેગાં થાય પક્ષ ચકાસવા માટે જેમાં જ્ઞાન ને' વિજ્ઞાન લગાડવાનું હોય એવી જીણી ગણતરી કરી નાખવાની. પિતા આ બધા ગુણોની બાબત ચકાસી લે અને સાથે માતા પણ કંઈ બાકી છોડે નહીં, જો દિકરીનો સંબંધ કરવાનો હોય તો....સાસુ - સસરાથી માંડીને ઘરની રહેણી જોવાય જાય પલભરમાં. જીણવટની તપાસએવાં મીટરૉથી માપે કે વાત જ ન પુછો. મને કોઈ સમજાવો મહેરબાની કરીને લગ્ન સમયે જોવાતાં ભૌતિક સુખોની ગણતરી એ શું લગ્ન બાદ કાયમ એમને એમ જ રહે તેવી શક્યતા કેટલાં અંશે ગણવી. તેની ખાત્રી કેટલાં ટકાંની ગણવી??
***
ભારત દેશમાં શું તૉ છુટાછેડાની અરજીઓ બનતી જ નથી? આમપણ બધાં એકસાથે ભેગા મળીને બધું એરેન્જ કરે અને લગ્ન કરાવે એટલે જ તેને "એરેન્જ મેરેજ" કહેવાય. એ ખોટી નથી વાત અને હું પણ કાંઈ આ સિસ્ટમનોવિરોધી નથી. ફક્ત અહીં વાત આપણે પરિસ્થિતિને અનુસરવા માટે કંઈ નિતી અપનાવીએ છીએ એ વાત પર મુદાની ચર્ચા કરીએ છીએ. "એરેન્જ મેરેજ" માં રેન્જ આપણી બરોબરની હોય.
અલબત, ચાલો કંઈક અલગ બીજા વિષય પર વાત કરીએ. લગ્નની બાબતનો એવો વિષય જ્યાં પાત્રની મનપસંદગી જોવામાં આપણી નજર ક્યારેક ધણી નીચી પડેલી જોવાં મળે. ઘણાંખરા કિસ્સાઓ જોવાં મળે, લોકો વાતો કરે ઘણી બાદ એ જ ભુલી જાય - મારા ઘરમાંથી જ આ નિયમ પહેલાં લાગું કરું તો કેવું રહે?? કંઈ વાત તો એ કે પાત્ર બધી રીતે સચોટ હોવું જોઈએ.
જમાનો ધીમે ધીમે આગળ પડતો થતો જાય છે. ડિજીટલાઈઝેશન
વધતું જાય છે પછી એ જીવન હોય કે ટેકનોલોજી. બધાને નવાં રંગરૂપમાં રહેવું ગમે છે. એટલે હવે દિકરા અને દિકરી બંને ને સમાન હક-ફરજ, માન - સમ્માન મળતું જાય છે. બસ, આમ જ જમાનાં સાથે પરિવર્તન થતું રહે તો બધાં જરૂર આગળ પહોંચશે.
Written
By :
- રવિ ગોહેલ
[RJ Gohel]

Comments
Post a Comment