થોડીક શિક્ષા સાહસની
જ્યારે અટકે છે,
ત્યારે ભટકે છે.
મદદની ભીખ માંગી,
પાછળ લટકે છે.
જોઈ પરીસ્થિતી પોતાની,
જુનામાંથી નવું શીખે છે.
બે હાથથી નમન કરતો,
હવે, ઊંચે માથે ફરે છે.
સફળ થવાં સફર કરતો,
તે હવે સફળ બની ફરે છે.
એટલે જે માણસ,
બહું ડરે છે....
એ જ્યારે બહું ડરે છે,
એને બધાં નડે છે.
બાકી જે "સાહસ" કરે છે,
એને ક્યાં કાંઈ નડે છે.
- રવિ ગોહેલ
૧/૧૨/૨૦૧૭

Comments
Post a Comment