માત્ર મારી મંઝીલ ‘તું’ હતી.
એ જ કાયદો છે
પ્રેમનો, એ જ વાયદો છે પ્રેમનો,
એકલો ફક્ત તને જ
મળું, એ સાર છે મારા પ્રેમનો.
વીતી ગયા દિવસો
ઘણાં જયારે દુરથી આંખો નીરખતી,
હવે, મારે પણ
નિર્ણય જોઈએ - શા માટે સામે તું હસતી?
કોઈને જગ્યા નથી
આપી જ્યાં તારું સ્થાન છે - તારું માન છે,
કિંમત કેમ
સમજાવું તને! તારા નામ પાછળ દિલ પરેશાન છે.
રાતોની રાત જાગી
છે મારી બંને આંખો સપના તારા જોવા,
વિરહ લાગ્યો નારાજ
મનનો, નથી મારે આસું વહેતા જોવા.
જવું હતું હમસફર
બની, તો મારી અને તારી મંઝીલ ક્યાં એક હતી.
તને અહેસાસ ન
થયો, ન થયો ભ્રમ – માત્ર મારી મંઝીલ ‘તું’ હતી.

Comments
Post a Comment