પ્રેમ - પ્રગતિ - પૃથા -(Ultimatum with child girl)
'પૃથા' એ મેકઅપ બોક્સ ખોલ્યું અને અરીસાની સામે બે હોઠને ચીપી ચીપીને લીપસ્ટીક લગાવી, પાંપણ તેજ ધારદાર
બનાવી અને હેર સ્ટાઈલ બનાવી રહી હતી. તેમની પાછળ અડધો અરીસામાં દેખાતો તેમનો પતિ 'પ્રેમ' શર્ટનાં બટન બંધ કરી હાથનાં કાડાં પરનાં બટન બંધ કરી રહ્યો હતો. પૃથાની તૈયારી અને તેનો શણગાર-મેકઅપ જોઈ રહ્યો હતો. થોડીવારમાં પૃથાની હેર સ્ટાઈલ
બની ગઈ અને પ્રેમને ફ્કત સ્પ્રે લગાવવાનો બાકી હતો. રોજ અને દર વખતે તેનાં નિયમ મુજબ પુછ્યું, "પ્રેમ હું કેવી લાગું છું?". પ્રેમે વાતનો જવાબ થોડીવાર પછી આપ્યો. તેને જવાબમાં, પૃથાને દિવાલ સાથે દબોચી લીધી અને ગળા પર ડોકનાં
ભાગ પર જબરદસ્ત રસયુક્ત ચુંબન કરવા લાગ્યો. એ બહાર ફરવા જતું કપલ કંપલીટ તૈયાર થઈ ગયા પછી - રોમાન્સ કરી દસ મિનીટ પછી રૂમની બહાર નિકળ્યું.
પૃથા ઘરની વહુ અને પ્રેમની પણ. પૃથા અને પ્રેમનાં લગ્નનો સમય - બે વર્ષ.એમ, બંને વચ્ચેની ખુશી તમે કે હું જોઈએ તો લાગે - બસો વર્ષ. પૃથા જીવનમાં આવી એ પછીની જિંદગી પ્રેમ માટે અગત્યની બની ગઈ. પ્રેમની વિચારસરણી એરેન્જ મેરેજ માટે બદલાઈ ગઈ. લગ્ન પછી પણ ખુબ ઊંડો પ્રેમ થાય એ વાતનું
બેનમુન ઊદાહરણ. ગામડાનાં ધરથી શહેરમાં નોકરી માટે આવેલ એ પાટીદાર કપલ. સ્વતંત્ર ભાડાનાં બે બેડ હોલ કિચનમાં રહેતાં એ બે વ્યક્તિ. પ્રેમની નોકરી છ કલાકની છે પણ એ છ કલાક પૃથા કેમ સમય પસાર કરે છે એ એનું મન જાણે છે! પ્રેમની ઘરે આવ્યા બાદ ની રીલેક્ષ થવાની રીત અનોખી છે. પૃથા તેમની છાતી પર દસ મિનિટ સુધી માથું ટેકાવીને મોટા બેડમાં ખુદનાં અને તેનાં પતિનાં હદયને શાંતિ અર્પે છે.
#AUTHOR : RJ Gohel

Comments
Post a Comment