ખર્ચ થયો ૨૦૦૦ રૂ. નો અને વિશાલને વેશ્યાગૃહમાં તેનો ખોવાયેલ પ્રેમ મળી ગયો

વિશાલનું તેની પ્રેમિકા અંજલી સાથે
બ્રેકઅપ થયું છે એ દિવસો ગણો તો માંડ હજુ વીસ થયા છે. પણ વિશાલની પરિસ્થિતિ ન જીવી
શકાય એવી થઇ ગઈ છે. કારણ કે પ્રેમને ભૂલીને કેમ જીવી શકાય!! વિશાલ તેની પ્રેમિકાને
બધું આપવા તૈયાર હતો છતાં જીવનની ગુંચવણ કંઇક એવી બની કે અંતે છેલ્લે છુટું પડવું
પડ્યું.
આમ જ દિવસો વિતતા ગયા અને એક વર્ષ
જુદાઈનું કેમ વીતી ગયું એ ખબર ન પડી. આર્થીક પરિસ્થિતિએ નબળી એ અંજલી ક્યાંય નોકરી
કરવા લાગી હશે પણ તેની પાક્કી જાણકારી નથી. આ તો વિશાલનું મન “કદાચ” એવો શબ્દ ઉચ્ચારે
છે. હવે, વિશાલને સવાર-સાંજ ફોન કરીને યાદી અપાવવાવાળું નથી રહ્યું, સમયસર જમી
લેજો એવું કહેવાવાળું કોઈ નથી રહ્યું અને પ્રેમ કેમ કરવો એ શીખવાડવાવાળું પણ..
થાય છે - થાય છે દુઃખ તો અંજલીને પણ
થાય છે. પણ હવે વાત સંબંધની નહીં એકબીજાના વટની/ઈગોની આવી ગઈ છે. એકબીજાને અનંત
પ્રેમ કરવાવાળા વચ્ચે નાની અમથી દીવાલે આખો પહાડ ઉભો કરી દીધો છે. જુદાઈનો પહાડે
એકલા જીવવાની રીતે શીખવી દીધી છે. છતાં એકલતામાં જૂના દિવસો યાદ આવતા બંનેની આંખો
આજેપણ ભીની થાય છે. એમાં એવી તો કઈ વાત બની હતી કે આખરે બંનેને છુટું પડવું
પડ્યું? એ વાત હતી સમયસર આવવાની, સમયસર મળવાની. અંજલી હંમેશા મળવાનું થાય ત્યારે મોડી
જ આવે અથવા ન મળવા માટેનું કોઈ કારણ જણાવી દે. માત્ર ચેટીંગથી પ્રેમ થોડો થાય?
માત્ર ફોન પર વાત કરવાથી પ્રેમ થોડો થાય? બસ, વિશાલના આ જ વિચારે જિંદગીમાં તોફાન
મચાવ્યું હતું. અંતે એ પ્રશ્નના મૂળ એટલા ઊંડા ઉતર્યા કે વિચાર - વિચાર નહીં શકની
દ્રષ્ટીમાં તબદીલ થઇ ગયો અને અંતે એ જ બન્યું – બ્રેકઅપ.
અંજલીએ ન કારણ કહ્યું, વિશાલે ન કારણ
પૂછ્યું. અંજલીનું સમયસર ન આવવું એ જરા પણ પસંદ ન આવતું એ વિશાલે ક્યારેય જાહેર ન
કર્યું.
વિશાલના મોબાઈલની રીંગ વાગી,
“અંજલી બોલું છું વિશાલ”
“હા, માય લવ તારા અવાજથી જ તને ઓળખી ગયો મેડમ”
“હેહેહે!! તો બોલ કોની ધડકન ચાલે છે?”
બસ, આ હતો છેલ્લો રોમેન્ટિક વાતોનો
ફોન. પછી ક્યારેય બંનેએ ફોનમાં વાતો કરી નથી અને રૂબરૂ મળ્યા પણ નથી. હા, ફોનમાં છેલ્લે
વાત થઇ હતી પણ એ વાત નહીં ઝઘડો હતો. કદાચ અંજલીનું મોડું આવવાનું કારણ પૂછી લીધું
હોત તો સારૂ હતું. હવે, વિશાલના મનમાં વિચાર આવે છે પણ સ્મશાનના લાકડા શું કામના!!
સમય વીતી ગયો એક વર્ષ અને છ મહિના.
અંજલીની યાદને ભૂલાવવા વિશાલ ખોટી સંગતે અને કુટેવે ચડી ગયો છે. દારૂ પીવો તેના
માટે કોમન થયું અને હા, અંજલી તો ન મળી પણ દરેક છોકરીમાં આજેપણ તેને ‘અંજલી’ જ
દેખાય છે. હવે તો બહુ થયું જિંદગીની એકલતા દૂર કરવા સેક્સવર્કરો પાસે પણ જવા
લાગ્યો. અંજલીનો વિશાલ બદલી ગયો, સાવ બદલી ગયો.
આજે શનિવારની રાત છે. “વિશ્લા આજે જવું છે ને – મેનકા તને યાદ કરતી
હતી” – હસવાના અવાજ સાથે આ વિશાલના મિત્રનો ફોન હતો.
“હા, ભાઈ હવે મારી જિંદગીમાં સુખ ત્યાં જ મળે છે, બોલ, કેટલા વાગ્યે
જઈશું?”
“ફિક્સ રાતના ૧૧”
“ઓકે, હું આવી જઈશ”
અંધારી રાત, સુમસામ રસ્તા અને વિશાલે દરવાજો ખોલ્યો. અંદર ધીમા પગલે પ્રવેશ કર્યો. દર વખતની જેમ વિશાલે સૌ પ્રથમ ૫૦૦/- રૂ. મુખ્ય વૈશ્યને આપ્યા
પછી રૂમમાં જવા આગળ વધ્યો.
“અરે! સાહેબજી ઉઘર નહીં આજ નઈ કલી આયી હૈ, તો આપકો ઇસ કમરે મેં જાના
હૈ” - એક યુવાન છોકરીએ આંગળી ચીંધીને વિશાલને દિશા બતાવી...,
વિશાલના પગલા આગળ વધવા લાગ્યા અને
રૂમનો દરવાજો ખોલ્યો. સામે નજર પડી તો એ જોઇને તેની નસેનસમાં વીજળીનો કરંટ વહ્યો
હોય એ રીતે હદય ધબકવા લાગ્યું. શું બોલવું? શું કરવું? વિશાલનો દિમાગ સૂન્ન થઇ
ગયો. વિશાલે જેવો દરવાજો ખોલ્યો કે, બહુ ટૂંકા કપડામાં રૂમની અંદર ‘અંજલી’ ગ્રાહકની
રાહ જોઇને ઉભી હતી. અંતે વિશાલે એ રૂમમાં પ્રવેશ કર્યો. આજ વિશાલ કોઈ વૈશ્યાનો
ગ્રાહક બનીને નહીં બલકે અંજલીનો પ્રેમી બનીને તેને બાહોમાં જકડીને રડી પડ્યો.
“અંજલી શું છે આ બધું?”
“વિશાલલલ..– જબ દુનિયા કી ઠોકર લગતી હૈ તો દિલ કો સિર્ફ ચોંટ આતી હૈ
પર અપનોં કી ઠોકર ઇન્સાન કો માર ડાલતી હૈ. વૈસે અપની તો જિંદગી હી છોટે આદમી કે ઘર
પૈદા હો કે શુરૂ હુઈ થી. તું મેરા જીને કા સહારા થા, બસ તુજે યે પતા નહીં થા.”


બંને એકબીજાને જકડીને રડી પડ્યા.
વૈશ્યાલયમાં આવી ઘટના પહેલીવાર બની હતી અને બધા નિહાળતા જ રહી ગયા. જેવું રડવાનું
પત્યું કે વિશાલ અંજલીને લઈને ત્યાંથી નીકળી ગયો. જતા-જતા તેને મુખ્ય સેક્સવર્કરને
૨૦૦૦/- રૂ. ચૂકવી દીધા જે અંજલી તેને કમાઈને આપવાની હતી. એમ, સમય વીત્યો બંનેએ ફરી જિંદગીના મૌન તોળ્યા.
આજ અંજલી સારી એવી ઓફીસમાં નોકરી કરે
છે અને વિશાલે તેની જિંદગી(અંજલી)ને મેળવી લીધી. “હર ઇન્સાન કા વક્ત હોતા હૈ ઉસમેં
કોઈ જશ્ન મનાતા હૈ – કોઈ જખ્મો કો યાદ કરતા હૈ” – સમયની ઠોકર પછી ઈશ્વરની રચના એવી
બની કે જેમાં અંજલી અને વિશાલ એક થઇ ગયા. માત્ર ૨૦૦૦/- જેવા કાવડિયામાં વિશાલને તેની ખોવાયેલી જિંદગી ફરી મળી ગઈ. “વો પ્યાર થા, સેક્સ નહીં.”
#Story Written By : RJ Ravi

Comments
Post a Comment